Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ ને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એક શખ્સને પેન્ટના નેફામાં રાખેલ દારૂની બોટલ સાથે ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે વાંકાનેરમાં સરતાનપર રોડ પર સેટ મેક્સ સીરામીક પાસે એક શંકાસ્પદ શખ્સ જણાતા તેને રોકી પૂછપરછ કરી તેની તપાસ કરતા પેન્ટના નેફામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની Black Lace xxx rum નામની ઇગ્લીશ દારૂની બોટલ સાથે મળી આવતા પોલીસે વાંકાનેરના નવા ઢુવા ગામ ખાતે રહેતા આરોપી અનીરૂધ્ધસિંહ દાનુભા ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી તેને જેલ હવાલે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!