મોરબીના બંધુનગર ગામે અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના બંધુનગર ગામે જીગાભાઇ પટેલની વાડીએ રહેતા એક કિશોરે ભેલથી ખેતરમાં ખડમાં છાટવાની દવા પી જતા તેનું ટૂંકી સારવાર બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, હાલ મોરબીના બંધુનગર ગામ જીગાભાઇ પટેલની વાડીએ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના ઇશ્વરભાઇ રામુભાઇ ભાભોર નામના ૧૪ વર્ષીય કિશોરે ગત તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ સાંજના આશરે છ વાગ્યાની આસપાસ પોતાના મામા શંકરભાઇ મૈડાના ઘરે હતો. ત્યારે પોતાને પાણીની તરસ લાગતા પોતાના મામાના ઘરે પાણી પીવા જતા પાણીના માટલાની પાસે વાટકીમાં ખેતરમાં ખડમાં છાટવાની દવા પડેલ હોય જેને કિશોર ભુલથી પાણી સમજી પી જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુમાં સારવાર ખાતે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન તા.૧૭/૧૨/૨૦૨૨ ના રોજ મોત નિપજતા ડો.રાહુલ ગંભીર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.