Thursday, January 2, 2025
HomeGujaratમોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિએ અજય લોરીયા સામે કેમ લીધો કઠોર નિર્ણય?...

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિએ અજય લોરીયા સામે કેમ લીધો કઠોર નિર્ણય? વાંચો અહી

મોરબીમાં થોડા દિવસ અગાઉ પતીએ પત્નીને ચારિત્ર્ય વિશે શંકા કરી અને આડા સંબંધ ને લઈને માર માર્યો હતો જે બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં મોરબીના યુવા રાજકીય આગેવાન અજય લોરિયા નુ નામ પણ ઉછળ્યું હતું જે મામલે મોરબી પાટીદાર નવરાત્રિ મહોસ્ત્વ સમિતિ એ અજય લોરિયા સામે કઠોર નિર્ણય લીધો છે.

- Advertisement -
- Advertisement -

જે પત્રમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવ સમિતિ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ,હમણાં સોશ્યલ મીડિયાના માધ્યમથી અમારા પાટીદાર નવરાત્રી ઉપર આંગળી ચિંધવામાં આવે છે અને ઘણા બધા આક્ષેપ કરવામાં આવે છે. પણ આ આક્ષેપ નવરાત્રી પર કેમ કરવામાં આવે છે એ પણ ખુબ સારી રીતે જાણીએ છીએ.મુદા-1 ની વાત કરીએ તો નવરાત્રી કોઈ એક વ્યક્તિની હોય એવું લાગતું હતું જે સાચું છે તેમજ મુદા -2 કોઈ એક વ્યક્તિ એટલે અજય લોરિયા,મુદા -૩ અજય લોરિયાએ આ પાટીદાર નવરાત્રીનો ઉપયોગ પોતાના નામ માટે, પોતાના સબંધ વધારવા માટે પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાના અંગત લાભ માટે કરેલ છે.જોકે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન માત્ર અજય લોરિયા દ્વારા નહી પરંતુ અનેક લોકોના સહકાર થી થતું હતું.જેમાં આયોજકો તરીકે નીચે સહી કરનાર અમારા સૌનો સિંહ ફાળો છે. નવરાત્રીમાં વધતી રકમનો ક્યાંક ને ક્યાંક સદઉપયોગ થાય એ હેતુથી અમે આ આયોજનમાં તન,મન અને ધનથી સેવા આપતા રહ્યા. અવારનવાર ઘણા સજ્જન માણસો દ્વારા અજય લોરિયા નામ જોગ અમને કહેવામાં આવતું કે અજય લોરિયા પાટીદાર નવરાત્રી મહોત્સવનો ઉપયોગ ફક્તપોતાના અંગત સ્વાર્થ માટે કરે છે અને જે સેવા કાર્યનો સાચો જશ પાટીદાર નવરાત્રીના બધા આયોજકોને મળવો જોઈએ તે એક વ્યક્તિ લઈને એનો દુરપયોગ કરે છે ,મુદા -4 હમણા મોરબીમાં પતિ પત્નીના કંકાસનો એક બનાવ બનેલ છે તેનો સંપૂર્ણ પાપનો જવાબદાર અજય લોરિયા છે. આ બનાવમાં અમારા એક નિર્દોષ અને આયોજકો પૈકીના એક મેહુલનું નામ FIR માં અજયે ફરિયાદી પાસે લખાવડાવ્યું એવું નીચ્ચ કક્ષાનું કામ તેના દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ મેહુલભાઈ નિર્દોષ છે એના પુરાવા પણ છે. અજય લોરિયાના બીજા ઘણા બધા એવા કાંડની ચર્ચા અમારા સંભાળવામાં આવી છે. હવે આજથી અત્યારથી જ પાટીદાર નવરાત્રી મહોત્સવને અજય લોરિયા અને તેની સંસ્થા સેવા એજ સંપતિ ફાઉંડેશન સાથે કોઈ લેવા દેવા નથી. જેની તમામ જનતાને આ પ્રેસ નોટ દ્વારા અમે પાટીદાર નવરાત્રીના આયોજકો જાણ કરીએ છીએ.

પાટીદાર નવરાત્રી મહોત્સવ દર વર્ષની જેમ ચાલુ રહેશે અને એવી ખાતરી આપી છીએ કે આ પાટીદાર નવરાત્રીનું ખુબ સુંદર અને કોઈ આંગળી ન ચીંધી શકે તેવું શિસ્તતાબ આયોજન અમે આવનાર સમયમાં કરીશું સાથો સાથે પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા કરવામાં આવતા સેવાકીય કામ કરતા રહેશું. પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન સમાજ સેવાના આશયથી કરવામાં આવ્યું હતું. પરંતુ આખે આખું નવરાત્રી મહોત્સવ આયોજન અજય લોરિયા ખુદ કરતો હોવાનો માહોલ ઉભો કરીને સમાજને ગેરમાર્ગે દોરવા ઉપરાંત મહોત્સવના અન્ય આયોજકો સાથે પણ દ્રોહ કર્યો છે આથી અમારે ના છૂટકે આજથી આવો કઠોર નિર્ણય લેવો પડ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!