Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના અગાભી પીપળીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબીના અગાભી પીપળીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં આગામી 31st ડીસેમ્બરની ઉજ્જવણી શાંતીપૂર્ણ રીતે થાય તે અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબીના એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે આગામી 31 ડીસેમ્બર અનુસંધાને વેચાણ અર્થે અગાભીપીપળીયા ગામની સીમમાં વાડીમાં રાખેલ વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી ૨૬૧ બોટલોનો રૂ.૭૩,૧૦૦/-નો મુદામાલ તેમજ એક આરોપીને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ એલ.સી.બી. પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેરના અગાભીપીપળીયામાં રહેતા યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામના શખ્સે અગાભીપીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાની વાડીમાં ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નમન ઇસમ ઇંગ્લીશ દારૂ તથા બીયરના જથ્થા સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે તેના રાજકોટના સાથી ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પોલીસે રેઇડ દરમિયાન રૂ.૩૭,૮૦૦/- કિંમતની ઓલ્ડમંક XXX રમની ૧૦૮ બોટલો, રૂ.૧૬,૪૦૦/-ની કિંમતની રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની ૪૧ બોટલો, રૂ.૧૦,૫૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ-૦૧ કલેકશનની ૨૮ બોટલો, રૂ.૮૪૦૦/-ની કિંમતની રોકબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગની ૮૪ બોટલો તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૭૮,૧૦૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!