Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

31 ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે પ્યાસીઓ પણ દારૂની વ્યવસ્થા કરી રહ્યાં છે. આવા ઈસમો વિરુદ્ધ મોરબી પોલીસે લાલ આંખ કરી છે. જ્યાં તાજેતરમાં મોરબી પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લાકડધાર ગામની સીમમાં દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે જગદીશ ડાયાભાઇ ગાંગડીયાના વાંકાનેરમાં લાકડધાર ખાતે આવેલ માકને રેઇડ કરતા સ્થળ પરથી જગદીશભાઇ ડાયાભાઇ ગાંગડીયા તથા વાંકાનેરના નવા ઢુવા,સ્કુલ પાસે મયુરસિંહ ઝાલાના મકાનમાં ભાડેથી રહેતા પ્રવીણભાઇ કેશુભાઇ પરમારે વેચાણ અર્થે રાખેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કાચની કંપની શીલ પેક ભારતીય પરપ્રાંત બનાવટની રૂ.૨૬,૦૮૦/-ની કિંમતની ૮૦ બોટલોના મુદ્દામાલ મળી આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેરના અગાભીપીપળીયા ખાતે રહેતા યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામના શખ્સે રાજકોટના હડાળા ખાતે રહેતા ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા પાસેથી ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો વેચાણ અર્થે મંગાવેલ છે. અને અગાભી પીપળીયા ગામની સીમ સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાની વાડીએ છુપાડેલ છે. જે હકિકતાના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પરથી પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ રૂ.૬૪,૭૦૦/-ની ૧૭૭ બોટલો તથા રૂ.૮૪૦૦/-ની ૮૪ બીયરના ટીન મળી મોબાઇલ મળી કુલ કી.રૂ. ૭૮,૧૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પોલીસે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામના શખ્સે પકડી પાડ્યો છે. જયારે ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા નામના શખ્સને પકડવા ચકો ગતિમાન કર્યા છે.

જયારે ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે મોરબી પંચાસર રોડ મામાદેવના મંદીર પાસે ખોડીયાર પાર્ક સોસાયટી વાવડીમાં રહેતા દીવ્યેશભાઇ ઉર્ફે મુનો ગણેશભાઇ પટેલ નામના શખ્સની જીજે.૩૬.સી.૮૪૯૭ નંબરની બજાજ પલ્સર મોટર સાઇકલ રોકી તેની પૂછપરછ કરી ગાડી તપાસતા તેમાંથી ભારતીય બનાવટની મેકડોલ નંબર-૧ ની એક બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે રૂ.૨૦,૦૦૦/- ની મોટર સાઇકલ મળી કુલ રૂ.૨૦,૩૭૫/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર બાઈક મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!