Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂની હેરફેર કરતા શખ્સને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

મોરબીમાં વિદેશી દારૂની હેરફેર કરતા શખ્સને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, ભરતસિંહ ડાભીને સંયુકતમાં ખાનગી બાતમી મળી હોય જેના આધારે માળીયા ફાટક પાસેથી માળીયા તરફથી આવતી GJ-03-DG-5908 નંબરની સફેદ વરનામાં ઇગ્લીશ દારૂની રૂ.૪૫૦૦૦/- કિંમતની ૧૨૦ બોટલો તથા વરની રૂ.૨,૦૦,૦૦૦/- કિંમત મળી કુલ રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવિ તુલશીભાઇ મુંજારીયા અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા નામના વિધુતનગર સોસાયટી સર્કિટ હાઉસ સામે રહેતા ત્રણેય ઈસમો મળી આવતા મેકડોલ નંબર-૧ વ્હીસ્કીની ૧૨૦ બોટલો સાથે તેમની અટકાયત કરવામાં આવી છે. તથા ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા નામના ધ્રાંગધ્રાના ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જયારે બીજી બાજુ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે અગાભી પીપળીયા ગામની ખોખીમોખી તરીકે ઓળખાતી સીમમાં, સાજડીયા ફાટકથી અગાભી પીપળીયા જવાનાં કાચા રસ્તા ઉપર રેઇડ કરી હરેશ ઉર્ફે હરી પ્રવિણભાઇ ઉકેડીયા નામના શખ્સે વેચાણ અર્થે લાવેલ ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.-૧ કલેકશન વ્હીસ્કીની કંપની શીલ પેક ૦૩ બોટલોના રૂ.૧૧૨૫/-નાં મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, છગનભાઇ પંકજભાઇ સનુરા નામનો શખ્સ પોતાના સુલતાનપુર ખાતે આવેલ કબ્જા ભોગવટા વાળા ખેતરના સેઢે વેચાણ અર્થે દારૂનો જથ્થો લાવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મેકડોવેલ્સ નં-૧ કલેક્શન વ્હીસ્કીની રૂ.-૪૫૦૦/-ની કિંમતની કુલ ૧૨ બોટલો મળી આવી હતી. જયારે આરોપી સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!