તાજેતરમાં મોરબી એસીબી ટીમે ફરિયાદને પગલે ટ્રેપ ગોઠવી હતી અને પ્રોહીબીશન કેસમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વતી રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાને ઝડપી લીધો હતો તો બનાવને પગલે આરોપી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા ભુગર્ભમાં ઉતરી ગયો હતો જેની તપાસ ચલાવવામાં આવી રહી હતી દરમ્યાન આરોપી હેડ કોન્સ્ટેબલ રાજકોટ ફૂલછાબ ચોક ખાતે વકીલની ઓફિસે સલાહ લેવા આવ્યો હોય જે બાતમીને પગલે એસીબી ટીમે વોચ ગોઠવી હતી અને વકીલની ઓફીસ બહાર નીકળતા જ પારસી અગિયારી ચોકમાંથી આરોપી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને ઝડપી લેવાયો હતો, ઝડપાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યો હોય જે નેગેટીવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી તો લાંચ કેસમાં પોલીસે બે મોબાઈલ પણ કબજે લીધા હતા અને બાદમાં તેને મોરબી સ્પેશીયલ કોર્ટમાં રજુ કરી ૫ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા.૯, ૧૭ : ૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.