મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે અસામાજિક તત્વોએ ટંકારાનાં જુના હડમતીયા રોડ પર આતંક મચાવ્યો હતો. અને પિતાજીના નામની જમીન માપવા ગયેલ આધેડ પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં ત્રણ હાટડી શેરીમાં રહેતા મહેન્દ્રભાઇ ભગવાનજીભાઇ દુબરીયા નામના આધેડ ગત રોજ ટંકારાનાં જુના હડમતીયા રોડ પર આવેલ પોતાના પિતાજીના નામની જમીન માપવા ગયેલ હોય અને તે વખતે ટંકારામાં રહેતા શશીકાંન્તભાઇ રામજીભાઇ દુબરીયા, હિતેશભાઇ રામજીભાઇ દુબરીયા તથા વાસુદેવભાઇ અશોકભાઇ દુબરીયા નામના ત્રણેય આરોપીઓ આવી ફરિયાદીને જેમફાવે તેમ બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તથા માથાના ભાગે એક લાકડીનો ધા મારતા માથામા ફુટ કરી ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.