રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંઘ દ્રારા રેન્જમાં પેરોલ-ફર્લો, વચગાળાના જામીન તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા માટે એકશન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલાનાઓને સુચના આપેલ જે અન્વયે પો.સ.ઇ.તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ તાલુકા પો.સ્ટે.ના મારામારીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીઓ અરવીંદ બાલુભાઇ જસાણી, નટુ ઉર્ફે નીતુ ઉર્ફે નીતેષ બાલુભાઇ જસાણી, પ્રફુલ ઉર્ફે જોતા બાલુભાઇ જસાણી (રહે.બધા સાજડીયાળી ગામ તા.ગોંડલ જી.રાજકોટ) વાળાઓ મોરબી જીલ્લાના હળવદ પો.સ્ટે. વિસ્તારના માલણીયાદ ગામની સીમમાં હોવાની હકીકત આધારે માલણીયાદ ગામેથી હસ્તગત કરી હાલમા ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ-૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સમજ સાથે ગોંડલ તાલુકા પો.સ્ટે. સોંપી આગળની જરુરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. જે.એસ.ડેલાની સાથે સ્ટાફના કરશનભાઇ કલોતરા, રુપકભાઇ બહોરા, ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર તથા ડ્રા. સમીરભાઇ મુલીયાણા સહિતનાઓ સાથે રોકાયેલ હતા.