મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચુપણી ગામે ચુપણીથી નાડધ્રા જતી વીજ લાઈન પાસે પાશુઓ ચારતા હતા. તે દરમિયાન વિજળીનો તાર તૂટતા ૨૧ પશુઓના મોત નિપજયા હતા. એક સાથે ૧ પશુઓના મોત નિપજતા પશુ પાલક માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચુપણી ગામે ચુપણીથી નાડધ્રા જતી વીજ લાઈનનો વાયર અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે ત્યાં ચરી રહેલ ૨૧ અબોલ પશુઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વશરામભાઈ ભવાનભાઈ અને બાબાભાઈ કલાભાઈ નામના પશુપાલકોની એક સાથે ૧૫ જેટલી ભેસ અને ૬ ગાયો ભડથું થઇ જતા પશુપાલક પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે બનાવને લઇ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, જીઈબી દ્વારા મેન્ટનન્સ ન કરવામાં આવતા અવાર નવાર આ લાઈનમાં ફોલ્ટ સર્જાય છે. તેમજ સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં જી.ઇ.બી દ્વરા ૩૦ વર્ષ જૂની લાઈનનુ મેંટેનન્સ કરવામાં આવ્યું ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.