ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે હળવદ પોલીસ દ્વારા જુના પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વ્યાજખોરીને ડામવા માટે આયોજીત લોક દરબારમાં લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, સાથે સાથે ઉપસ્થિત આગેવાનોએ ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆત કરી હતી. સાથે સાથે ટેઝરી ઓફિસની બાજુમાં ગંદકી બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી ગેરકાયદેસર દબાણનો ખડકલો વગેરે પોલીસને રજુઆત કરી હતી. હળવદ પીઆઇ ડી એમ ઢોલ દ્વારા યોગ્ય સુચનો કરી જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજુ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં મને મારા મોબાઇલ 9099047518 માં જણ કરી શકો છો. દારૂ અને જુગારમાં કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું .આપના પ્રશ્નો જણાવો અમે નિશ્ચિત સમયમર્યાદામાં અસરકારક પગલાં લઈશું એમ જણાવ્યું હતું.
આ લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, વેપારી એસોસિએશન ના પ્રમુખ વિનુભાઇ પટેલ, હળવદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ મકવાણા, રમેશભાઈ ભગત, મુસ્લિમ સમાજના આગેવાન હબીબભાય, જુસાભાઈ, પત્રકાર, અન્ય પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ પોલીસ સ્ટાફ ના વિજયભાઈ ચાસીયા પીએસઆઇ એમ જે ધાંધલ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.