સિઝેરિયન વિભાગ એ એક મોટી સર્જિકલ પ્રક્રિયા છે. પેટની પોલાણ અને ગર્ભાશય આપણા બાળક અને તેના પ્લેસેન્ટાને દૂર કરવામાં સક્ષમ થવા માટે ખોલવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે એક isપરેશન છે જેમાં operatingપરેટિંગ રૂમ, એનેસ્થેસિયા, એક રિસુસિટેશન રૂમ, કેટલાક દિવસોનો હોસ્પિટલ રોકાવાનો અને પ્રોફેશનલ્સની ટીમની જેમ જ પેટની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે હળવદ સરકારી હોસ્પિટલમાં સૌ પ્રથમવાર સિઝેરિયન ડિલિવરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સિઝેરિયન ડિલિવરી માટે દર્દીને બહાર રિફર કરવામાં આવતા હતા. જે બાદ હવે જરૂરિયાત સાધન સામગ્રી દવાઓ મળી રહેતા સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારી સહાય ઉપરાંત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ.પી.એમ.સી. અને પાટીદાર અગ્રણી જશુભાઈ પટેલ, વાસુભાઈ પટેલના સંહયોગથી સિઝેરિયન ડિલિવરીનો પ્રારંભ કરાયો છે. તેમજ હળવદ તાલુકાની જનતાને હવેથી સીજીરિયન ડિલિવરી માટે બહાર કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું નહીં પડે. યુવા ઉત્સાહી ગાયનેક ડો.આકાશ પટેલની મહેનત રંગ લાવી છે. હવેથી સિઝેરિયન ડિલિવરી હળવદ સરકારી હોસ્પિટલમાં શરુ થતા જરૂયાતમંદ દર્દીઓમાં હષૅની લાગણી ફેલાઈ છે.