રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ ચાઈનીજ લોંન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતીબંધ અંગેના જાહેરનામાનો અસરકારક અમલ થાય તેમજ અગામી ઉતરાયણનો તહેવાર શાંતિ પૂર્ણરીતે થાય તે માટે સૂચનો કરતા આ અંગે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે મોરબી કુબેરનગર રોયલપાર્ક ખાતે આવેલ રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ૮૫ ચાઇના દરોની ફિરકીના રૂ.૧૭,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ,મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. ચૌહાણને ઉચ્ચ અધિકારીઓએ સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન સ્ટાફના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા નામના કુબેરનગર મોરબીના રહેવાસી શખ્સે સાગરીતો સાથે મળી મોરબી, રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેતાં કૃણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. હાલે તેની પ્રવૃતિ ચાલુ છે. જે બાતમીના આધારે રેઇડ કરતા પ્રથમભાઇ મનસુખભાઇ કેલા નામનો શખ્સ કુબેરનગર, ત્રિલોકધામ મંદિર પાસેથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરી MONO SKY લખેલના કુલ ૮૫ ફીરકાના રૂ. ૧૭,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરનો ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ફરાર મોરબી, રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેતા કૃણાલ બટુકભાઇ પિત્રોડા તથા વિશાલ મહાદેવભાઇ કાચરોલા નામના શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.