Saturday, July 27, 2024
HomeGujaratમોરબીનાં ગાંધી ચોકમાં ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીનાં ગાંધી ચોકમાં ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં અનેક જગ્યાએ ચકલા પોપટના નામે જુગારના હાટડાઓ ચાલી રહયા હોવાની બાતમીના પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગાંધી ચોક પાસે ભંગાર વાળાની લારી પાસે તપાસ કરી દરોડો પાડ્યો હતો. અને ચકલી પોપટનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં જાહેરમાં કેટલાક ઈસમો ચકલી પોપટના ચિત્ર પર જુગાર રમતા રમાડતા હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ કરતા ત્યાંથી ચાર જેટલા સ્થાનિક ઈસમો જુગાર રમતા રંગેહાથ મળી આવ્યા હતા. આ ઈસમો ચકલી અને પોપટની આકૃતિ વાળા પોસ્ટર પર ચિઠ્ઠી ખેંચી જુગાર રમતા હતા. પોલીસે જુગારમાં મુકેલ અને તેમની પાસેથી રમવા માટે લાવેલ રૂ.૩,૨૦૦/- ની રોકડ રકમ કબ્જે લીધી હતી. અને આ બનાવમાં જુગાર રમાડતા મોસીનભાઈ રહીમભાઈ દલ તથા જુગાર રમતા હુશૈનભાઈ જુમાભાઈ કાણીયા, દલાભાઈ રામાભાઈ મારવાડી, સાગરભાઈ રજનીકાંતભાઈ સુખડીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!