રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીને અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચનો કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન ટંકારા પોલીસની ટીમે ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી અલ્ટો કારમાં લેવાતો ઇંગ્લીશ દારૂની ૧૫૬ બોટલનો જથ્થો મળી કુલ રૂ.૧,૨૮,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી એક આરોપીને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ આવનાર મકરસંક્રાતીના તહેવાર અન્વયે મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગાર પ્રવુતી અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે ટંકારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પોલીસને ખાનગી બાતમી મળેલ કે, ઘુનડા (ખાનપર) ગામ બાજુથી એક ગ્રે કલરની જી.જે.૦૧-એચ.એમ.૪૩૬૭ નંબરની અલ્ટો કાર ઇંગ્લીશ દારૂ ભરી ટંકારા તરફ આવે છે. જે આધારે ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ટંકારાના ખીજડીયા રોડ પર આવેલ પુલીયા પાસે વોચમા ગોઠવાયા હતા ત્યાંથી બાતમી મુજબ ની અલ્ટો કાર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી MCDOWELLS NO-1 COLLETION ORIGINALની રૂ.૫૪,૦૦૦/-ની કિંમતની ૧૪૪ બોટલ, ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ની રૂ.૪૮૦૦/-ની કિંમતની ૧૨ બોટલ તથા રૂ.૭૦,૦૦૦/- ની કિંમતના વિદેશી દારૂ સાથે ઋષિરાજસિંહ અનીરૂધસિંહ જાડેજા(રહે. સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી) વાળો મળી આવતા ટંકારા પોલીસે વિદેશી દારૂ અને ગ્રે કલરની જી.જે.૦૧-એચ.એમ. ૪૩૬૭ અલ્ટો કાર મળી કુલ રૂ ૧,૨૮,૮૦૦ના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.