યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સામાજિક ક્રાંતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરનાર જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ હતી.
યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં આવેલ પ્રાથમિક સરકારી શાળાઓમાં ભાવિ યુવાનોમાં સકારાત્મક અને રચનાતમાંક ખીલવાના હેતુથી તેમનામાં નાનપણથી જ સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તથા રચનાત્મક કાર્ય દ્વારા ક્રિએટિવિટીમાં વધારો થાય તેવા ઉદેશથી ચિત્રકલા બુક, કલર સ્કેચ પેન અને પુસ્તકો (બાલ સાહિત્ય)નું વિતરણ કરવામાં આવ્યુ હતું અને આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ સરકારી શાળાના બાળકોને સ્વામી વિવેકાનંદજીને પોતાના આદર્શ માની તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશ માટે કંઈક કરી છુંટવાની શીખ આપી હતી.