Tuesday, November 26, 2024
HomeGujaratહળવદમાં યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરો કાર ઉઠાવી જતા પોલીસ ફરિયાદ...

હળવદમાં યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરો કાર ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લો વ્યાજંકવાદમાં જકડાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં અનેક નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા હોવાની પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે ગઈકાલે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદમાં રહેતા યુવકે વ્યાજે લીધલ પૈસાના લગભગ બે ગણા પૈસા આપ્યા છતાં આરોપીએ તેની પાસે પઠાણી ઉઘરાણી કરી તેની કાર ઉપાડી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના બ્લોક નં.૬૧/૨, મહર્ષિ રેસીડેન્સી, રાણેકપર રોડ ખાતે રહેતા અમનભાઇ ઇશ્વરભાઇ ભલગામા નામના યુવકે હળવદના કવાડીયા ખાતે રહેતા ભરતભાઇ રાણાભાઇ રબારી નામના શખ્સ પાસેથી જેતે સમયે રૂપીયા ૪,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલા જેના ફરિયાદીએ આરોપીને મુદલ તેમજ વ્યાજ સહીત રૂપીયા ૭,૧૦,૦૦૦/- ચુકવી દીધેલ હોવા છતા આરોપી રૂપીયા ૨,૦૦,૦૦૦/- તથા છ માસનું વ્યાજ લેવાનું બાકી રહે છે. તારી પાસે રૂપીયા છે કે નહી એ મારે જોવાનું નથી મારે રૂપીયા જોઇએ અને રૂપીયા ન હોય તો ગાડી મુકી જાવ તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીની રૂ. ૮,૩૦,૦૦૦/- કિંમતની GJ-36-L-3068 નંબરની હોન્ડા એમેજ કાર બળબજરીથી પડાવી લઇ જઇ સમગ્ર મામલે ભરતભાઇ રાણાભાઇ રબારી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૮૪, ૪૦૩ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ-૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨(ડી) મુજબ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!