Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા મીં.માં વ્યાજખોરે સાડા ત્રણ લાખના બદલે રૂપિયા ૧૯.૬૦ લાખની માગણી કરી...

માળીયા મીં.માં વ્યાજખોરે સાડા ત્રણ લાખના બદલે રૂપિયા ૧૯.૬૦ લાખની માગણી કરી ખેતર પડાવી લેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને પડકારવા અને વ્યાજંકવાદને જડથી ઉખાડી નાખવા ગૃહ મંત્રીએ હુંકાર કર્યો છે. જેને પગલે પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર લોકદરબાર તેમજ જનસંપર્ક સભાઓ યોજાઈ રહી છે. જેમાં ગઈકાલે એક યુવકે ફરિયાદ વ્યાજે લીધે પૈસા કરતા પણ વધુ વ્યાજ ભરી દીધો હોવા છતાં આરોપી તેની પાસેથી લખો રૂપિયાની માંગણી કરતો હોય અને તેની ખેતીની જમીન પચાવી પાડવા ધમકી આપતો હોય તે અંગે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુટુ રોડ ઉમા રેસીડન્સી ખાતે રહેલા અને મૂળ માળીયા મી.ના નાની બરાર ગામના રાજેશભાઇ શામજીભાઇ જોટાણીયા નામના યુવકે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે મોરબીના ખાખરાળા ખાતે રહેતા જીતુભાઇ આયદાનભાઇ ગજીયા તથા કુલદિપભાઇ દરબા નામના શખ્સો પાસેથી જેતે સમયે રૂ.૩,૫૧,,૦૦૦/- વ્યાજે લીધા હતા અને તેના બદલે તેણે આરોપીઓએ ફરિયાદી પાસેથી કાગળોમા સહિ કરાવી હતી. અને આજદિન સુધીમાં રૂપીયા લીધેલ રૂપીયાના વ્યાજ સહીત રૂપીયા ૧૯.૬૦.૦૦૦/- ની આરોપીઓ માગણી કરતા હોય તેમજ તેની અવેજીમા ખેતીની જમીન પચાવી પાડવાની ધમકી આપી અને વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પઠાણી ઉઘરાણી કરતા આખતે યુવકે માળીયા મીં. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે બંને આરોપીઓને શોધી કઢાવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!