મોરબીમાં વ્યાજંકવાદ ચરમ સીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે. ત્યારે મોરબીની એક યુવક પાસેથી વ્યાજખોરોએ 10 % લેખે વ્યાજની વસુલાત કરી અને દાદાગીરી કરી ડરાવી ધમકાવી યુવકની અલ્ટો કાર ઉપાડી જઈ યુવક પાસેથી વધુ વ્યાજની માંગણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ધરમપુર રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં નારૂભા જાડેજાના મકાનમા ભાડેથી રહેતા ઇકબાલભાઇ કરીમભાઇ સમાતરી નામના મજુર યુવકને રૂપીયાની જરૂર હોય જેથી તેણે મોરબીના કંડલા બાયપાસ ૫૨ વારીયા ખાતે રહેતા પ્રતીકભાઇ દશરથભાઇ ડાયમા નામના શખ્સ પાસેથી ૧૦ ટકા જેટલા ઉચા વ્યાજે રૂપીયા સાડા પાંચ લાખ લીધેલ હોય જેથી ફરિયાદી પાસેથી આરોપીઓએ બળજવબરી પુર્વક વ્યાજની રકમ વસુલ કરી તેમજ જી.જી.૩૬.એફ.૬૦૨૬ નંબરની ફરિયાદીની અલ્ટો કાર ભય બતાવી બળજબરીથી પડાવી લઇ હજી પણ વધુ પૈસા પડાવવાના હેતુથી વ્યાજ પેટે રૂપીયાની ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.