મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂ ની બદી ને નેસ્ત નાબૂદ કરવા કમર કસવામાં આવી રહી છે અને દિન પ્રતિદિન બુટલેગરો પર ધોન્સ બોલાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં કુલ સાત ઇસમોને વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં.આવ્યા છે.
જે અંગે પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના રવાપર નદી ગામેથી આરોપી જીવરાજભાઈ હીરાભાઈ જીંજ વાડિયા (ઉ.વ.૩૦ રહે માંણાબા તાં.માળીયા) અને ગોપાલભાઈ ગોરધનભાઈ કોળી (રહે.ગજાનંદ સોસાયટી પીપળી તા.મોરબી)વાળાને રિક્ષામાં વિદેશી દારૂ ની હેરેફર કરતા ઝડપી લેવામાં આવ્યા છે જેમાં પોલીસે દારૂની ૫૭ બોટલ અને રીક્ષા મળી કુલ રૂ.૧,૨૧,૩૭૫ ના મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં પોલીસે મહેન્દ્રનગર નજીક થી બોલરો ગાડીમાં કટિંગ કરતા સમયે આરોપી મુકેશભાઈ ધર્મશીભાઈ નિરશ્રિત (ઉ.વ.૨૭ રહે.રામનગરી ઘુટુ રોડ મોરબી) અને ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫ રહે.કીડીયા નગર તા રાપર કચ્છ) વાળાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૩૨ બોટલ જેની કિં.રૂ.૧,૧૦,૦૪૦ અને બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા ૪,૧૦,૦૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ત્રીજા દરોડામાં આરોપી પ્રવીણભાઈ મહોબત ભાઈ ગેડણી (ઉ.વ.૨૦ રહે ઇન્દીરાનગર મોરબી ) અને દેવરાજભાઈ વલભભાઇ ગેડણી (ઉ.વ.૨૦ રહે.ઇન્દિરા નગર મોરબી) વાળાને વિદેશી દારૂની બે બોટલ જેની કી.રૂ.૭૫૦ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ચોથા દરોડામાં મોરબીના લતીપ્લોટ માંથી આરોપી કબીરભાઈ સલીમભાઈ ભટ્ટી (ઉ.વ.૨૨ રહે.જોન્સ નગર મોરબી) વાળાને વિદેશી દારૂની એક બોટલ જેની કી. રી.૩૭૫ સાથે ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.