Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેરમાં વરલી ફિચરનો જુગાર રમાડતા બે ઈસમો ઝડપાયા

વાંકાનેરમાં વરલી ફિચરનો જુગાર રમાડતા બે ઈસમો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ દ્વારા દારૂ જુગાર ની બદી ડામવા કાર્યરત હોય તે દરમિયાન શહેરમાં આવેલ ગ્રીન ચોક વિસ્તારમાં વરલી ફિચરનો જુગાર રમતા બે ઈસમો ને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જે અંગે વધુ વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં બે ઈસમો વરલી નો જુગાર રમી અને રમાડી રહ્યા છે જેથી પોલીસ દ્વારા બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડી વરલી ફીચર નો જુગાર રમતા અને રમાડતા બે ઈસમો હનીફ બચુભાઇ ભટ્ટી (ઉ.વ ૬૨,રહે.વાંકાનેર સિપાઈશેરી) અને અસલમભાઈ અબ્દુલભાઇ મન્સૂરી (ઉ.વ.૫૦ રહે. લક્ષ્મી પરા શેરી નં ૩ વાંકાનેર) વાળાંને રોકડ રકમ રૂપિયા ૧૦૨૫૦ ,એક મોબાઈલ ફોન કી. રૂ.૫૦૦,ગ્રાહકો પાસેથી રોકડ રૂ.૧૧૫૦ મળી કુલ રૂપિયા ૧૧૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!