મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક એટલા હદે વટી ગયો છે કે હવે મોરબીવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જો કે મોરબી પોલોસ દ્વારા પણ આવા ઈસમો સામે કાયદાનો સિકંજો કસી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ગઈકાલે વધુ એક અસામાજિક તત્વોના આતંકનો મામલે મોરબીની બૌધ્ધનગર સોસાયટીમાંથી સામે આવ્યો છે. જેમાં અમુક ઈસમોએ એક યુવક પર છરી વડે હિચકારી હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીની બૌધ્ધનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઇ ખાનાભાઇ પરમાર નામના યુવકના ઘર પાસે શેરીમા તેમની મોટર સાઇકલ પાસે ઉભા રહી અક્ષય ઉર્ફે કાનો રતીલાલભાઇ મકવાણા તથા નિલેષ જયેશભાઇ મકવાણા નામના બંને બૌધ્ધનગરનાં જ રહેવાસી ઈસમો મોટર સાઇકલમા કોઇ છેડછાડ કરતા હોય જેથી સુરેશભાઈએ આરોપીઓને અહી કેમ ઉભા છો તેમ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરિયાદીને બિભત્સ ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ અક્ષય ઉર્ફે કાનોએ પેન્ટના નેફામાથી છરી કાઢી ફરિયાદીને છરી વડે મોઢા ઉપર ઇજા કરતા તેમજ નિલેષએ ફરિયાદીના પરિવાજનને છરી વડે માથામા તથા ગળા પાસે નાની મોટી ઇજા કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.