Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના વેજીટેબલ રોડ પર સામાન્ય બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું...

મોરબીના વેજીટેબલ રોડ પર સામાન્ય બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : બે મહિલા સહીત ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત

મોરબીમાં પોલીસ ચોપડે એક બાદ એક મારામારીના બનાવો નોંધાઈ રહ્યા છે. જેમાં કેટલાક બનાવો લોકો ઈજાગ્રસ્ત થાય છે. તો કેટલાક બનાવોમાં લોકોનું મોત પણ નીપજે છે. ત્યારે ગઈકાલે વધુ એક મારામારીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જેમાં બે મહિલાઓ સહીત ત્રણ શખ્સો પર હુમલો થયો હતો. જેને લઈ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ ભીમસર ખાતે રહેતા હાજરાબેન હાજીભાઇ ખોળ નામના મહિલાના ઘર પાસે આવી તેમના પતિ હાજીભાઇ ખોળ સાથે વલીમામદ હબીબભાઇ જામ, સલીમભાઇ હબીભાઇ જામ તથા હનીફભાઇ હબીબભાઇ જામ નામના શખ્સો ગાળાગાળી અને ઝપાઝપી કરી ઢીક્કા પાટુનો માર મારતા હોય અને વલીમામદ નામના શખ્સે સાહેદ હાજીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી ફરિયાદી તથા હવાબેન નામની મહિલા તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા વલીમામદ હબીબભાઇ જામે તેની પાસે રહેલ લાકડી વડે તેઓને મુંઢ ઇજા કરી તેમજ સલીમભાઇ હબીભાઇ જામ તથા હનીફભાઇ હબીબભાઇ જામ નામના શખ્સોએ પણ હુમલો કરતા ફરિયાદી સહીત ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઇ સમગ્ર મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!