Thursday, November 28, 2024
HomeGujaratમોરબીમાં વિવિધ રમતો પર ફ્લેટમાં ચલાવાતું સટ્ટા નેટવર્ક ઝડપાયું:આઠ આરોપીઓની ધરપકડ બે...

મોરબીમાં વિવિધ રમતો પર ફ્લેટમાં ચલાવાતું સટ્ટા નેટવર્ક ઝડપાયું:આઠ આરોપીઓની ધરપકડ બે ની શોધખોળ

ધોળા દિવસે ક્રિકેટના ચાલી રહેલા મેચ પર હારજીતનો સટ્ટો રમી રહેવા મોરબીના આંઠ શખ્સોને પોલીસે દબોચી લીધા છે. અને રૂપિયા સવા બે લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં અન્ય બે શખ્સોની સંડોવણી પણ ખૂલી છે જેનેપકડવાના બાકી છે. ત્યારે ક્રિકેટના સટ્ટાનું આ સમગ્ર પ્રકરણ મોરબી સહીત સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગયું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા ચેતનભાઇ કિશોરભાઇ પલાણ, આશીષ વાસવાણી, સુધાનશુ જગદીશ નાથાણી, આકાશ દીલીપભાઇ ગુનવાની, સાગર રમેશ અડવાણી, રોહીત પ્યારેલાલ મીણા, સંજય ગોપીલાલ લોઢી, અશોક રૂપલાલ લોઢી, શેરૂસીંગ જયસીંગ સુર્યવંશી તથા નીતેશ લક્ષ્મણસીંગ સેન નામના ઈસમોએ સાથે મળી એકબીજાને મદદગારીથી લેપટોપ, મોબાઇલ ફોનથી ગઈકાલે ભારત & શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજ મેચમાં JUPITEREXCH.COM નામની ડોમીનમાં આરોપીઓની J.P.105 વાળી આઇ.ડી.માં જુદી જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે તાજેતરમાં ચાલતી ભારત & શ્રીલંકા વન-ડે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમી રમાડી ચેતનભાઇ તથા આશીષને મૂકી તમામ આરોપીઓ રૂ.૧,૫૦,૦૦૦/-ના ૦૫ લેપટોપ, એન્ડ્રોઇડ/એપલના રૂ.૭૫,૦૦૦/-ના ૧૫ મોબાઇલ તથા રોકડા રૂ.૫૨,૦૦/- મળી કુલ રૂ.૨,૩૦,૨૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન સીરામીક સીટી જે એપાર્ટમેન્ટમાં ચેતનભાઇ કિશોરભાઇ પલાણના ફલેટ નં-૭૦૪ માંથી હાજર મળી આવતા તમામની અટકાયત કરાઈ છે. તથા ચેતનભાઇ કિશોરભાઇ પલાણ તેમજ આશીષ વાસવાણી નામના શખ્સો સ્થળ પરથી મળી ન આવતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!