કોરોના સમયગાળાએ આપણા બધાને આરોગ્ય વીમા વિશે જાગૃત કર્યા છે. હવે જ્યારે કોઈને હેલ્થ ઈન્સ્યોરન્સ કે ઈન્સ્યોરન્સ કવર વિશે કહેવામાં આવે છે, ત્યારે તેને વધારે સમજાવવાની જરૂર નથી. તે પોતે સ્વાસ્થ્ય વીમા વિશે જાણવા માંગે છે. પરંતુ મોંઘા વીમાના હપ્તા પણ મોંઘા હોય છે, જેના કારણે ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો વીમો લેવાનું ટાળે છે. આને ધ્યાનમાં રાખીને, ભારતીય પોસ્ટ ઓફિસની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એક વિશેષ જૂથ અકસ્માત સુરક્ષા વીમો લઈને આવી છે. આ હેઠળ, તમને ફક્ત 399 રૂપિયાના પ્રીમિયમ સાથે એક વર્ષમાં 10 લાખ રૂપિયાનો વીમો મળે છે. ત્યારે આગામી 20-01-2023ના રોજ મહેન્દ્રનગર ખાતે અકસ્માત વીમા કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
જાણવા મળતી વિગતો અનુસાર, સરકારની કલ્યાણ અને “સહકાર” નીતિના પગલે ફક્ત રૂપિયા 400/- માં (365 દિવસ માટે) 10 લાખનો અકસ્માત વિમો આપવામાં આવશે. ઘરમાં કમાનાર વ્યક્તિને દુર્ઘટનાથી કાયમી અપંગતા – લકવો વગેરેમાં (સરતોને આધીન) વીમાની રકમ તેમજ તેના બે બાળકોને ભણાવવા માટે એક-એક લાખની મદદ પણ મળી શકે છે. તેમ મહેન્દ્રનગરના પોસ્ટ માસ્ટર નરેન્દ્ર મેરજા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 20-01-2023ના રોજ મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસ ખાતે સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લઈ શકાશે. તેમજ આ કેમ્પનો લાભ 18 થી 65 વર્ષના ભાઈઓ – બહેનો લઈ શકે. જેમાં આધાર કાર્ડ તથા જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે.