રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ પ્રોહીબીશનની બદી સદંતર નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા આજરોજ વહેલી સવારે મોરબી જિલ્લા પોલીસની ટીમે બી.ડી.ડી.એસ. ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના ભઠ્ઠીઓ ઝડપી પાડી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, આજરોજ વહેલી સવારે મોરબી જિલ્લાના માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે કોમ્બિંગનું મેગાસર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., સી.પી.આઈ. મોરબી, હળવદ, મોરબી તાલુકા અને માળીયા મિ. એ રીતે પોલીસ સ્ટેશનના તથા કચેરીઓના મળી કુલ ૮ જેટલા અધિકારીઓ તથા ૬૦ જેટલા પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે બી.ડી.ડી.એસ. ટીમ તથા ડ્રોન કેમેરાની મદદ લઈ કોમ્બિંગ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ કરતા મહેબુબ ઇશાભાઇ જામ, ગપુર ઇશાભાઈ જામ, રશીદાબેન અબ્દુલભાઇ જામ, અબ્દુલભાઇ ઉર્ફે પોપો અહેમદભાઇ જામ તથા જુમાભાઇ હૈદ૨માઇ જામ એમ કુલ પાંચ ઈસમો વિરુદ્ધ દારૂ ગાળવાના ભઠ્ઠીના ચાર કેસો કરવામાં આવ્યા છે અને આ શોધી કાઢેલ દારૂ ગાળવાના ભઠ્ઠીના કેસોમાં સંડોવાયલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને રેઇડ દરમિયાન મહેબુબ ઇશાભાઇ જામ, ગપુર ઇશાભાઈ જામ તથા રશીદાબેન અબ્દુલભાઇ જામ સ્થળ પરથી મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. જયારે અબ્દુલભાઇ ઉર્ફે પોપો અહેમદભાઇ જામ તથા જુમાભાઇ હૈદ૨માઇ જામને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.