રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે. ત્યારે આજથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે જાહેર કરાયેલ ખાસ ઝુંબેશની શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં આખલાઓના ખસીકરણ ઝુંબેશની મોરબી ખાતેથી શરૂઆત કરાઈ છે. ખસીકરણ ઝુંબેશની કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી શરૂઆત કરવામાં આવી છે. તેમજ કૃષિમંત્રી દ્વારા મોરબીની તમામ સેવાકીય સંસ્થાઓને આ ઝુંબેશમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે. તેમજ લોકો દ્વારા પણ સરકારના પગલાને સરાહવામાં આવી રહ્યો છે. અને સહકાર પણ આપવામાં આવી રહ્યો છે તેમજ આગામી સમયમાં આ ઝુંબેશ માં જરૂરી નિર્ણયો પણ લેવામાં આવશે અને ખસીકરણ કરેલ આખલાઓ ને સાચવનાર સંસ્થાઓને રાજ્યસરકાર તરફથી પ્રતિ આખલા રૂપિયા ૩૦ ની સહાય ચુકવવામાં આવશે તેવું કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં સંસ્થાઓએ સાથે મળી ને આ કાર્ય કરવાનું છે અને સરકારની ઝુંબેશમાં સહભાગી થવાનું છે તેમજ ખસીકરણ કરેલ આખલાઓ ને સંસ્થાઓને પણ મોરબીના તમામ લોકોએ જરૂરિયાત મુજબ અનુદાન આપવું જોઈએ જેથી આવા આખલાઓ ને સંસ્થાઓ સારી રીતે નિભાવ કરી શકે અને વધુમાં વધુ આખલાઓ નુ ખસીકરણ કરી ને તેમને યોગ્ય જગ્યા મોકલી શકાય.
આ તકે કૃષિ મંત્રી રઘવજીભાઈ પટેલ ,મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,પૂર્વ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા,પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા સહિત મોરબી જિલ્લાના પશુપાલન વિભાગ ના અધિકારીઓ તેમજ મોરબીની યાદુનંદન ગૌશાળા અને મોરબી પાંજરાપોળ તેમજ અન્ય સંસ્થાઓ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.