Friday, November 29, 2024
HomeGujaratહળવદમાં ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કર્યા હોવાનો ઘટસ્ફોટ

હળવદમાં ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કર્યા હોવાનો ઘટસ્ફોટ

૨૬ મી જાન્યુઆરી ને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે સુરક્ષાને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ છે તે અરસામાં ગત રાત્રીના હળવદ પોલીસ દ્વારા એક રખડતા ભટકતા શંકાસ્પદ યુવકને રોકીને તેની પ્રાથમિક પુછપરછ કરતા તે બાંગ્લાદેશ નો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ ચિઠ્ઠી પણ મળી હતી જેથી આ ઝડપાયેલા યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજી ની ટીમ જોતરાઈ હતી અને તપાસમાં ઘટસ્ફોટ થયા હતા.

- Advertisement -
- Advertisement -

આ અંગે વિગત અનુસાર ૨૬ મી જાન્યુઆરી ના અનુસંધાને હળવદ પોલીસ પેટ્રોલીંગ માં હોય જે દરમિયાન ગત રાત્રીના સમયે હળવદના દરબારનાકા પાસે એક શંકાસ્પદ યુવક રખડતો હતો જેને પોલીસે રોકીને તેની પૂછપરછ કરતા તેની ભાષા બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવતા પોલીસ સતર્ક બની હતી અને યુવકને પોલીસ મથકે લાવીને ઝડતી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષા માં લખેલ ચિઠ્ઠી પણ મળી આવી હતી જે બાદ સમગ્ર મામલે આ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજી ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી અને ભાષા ની અણસમજ હોવાથી પોલીસને જવાબો મળી શકતા ન હતા જેથી મોરબી એસઓજી ના સ્ટાફ દ્વાતા બાંગ્લા ભાષા જાણતા વ્યક્તિને બોલાવીને પુછપરછ કરતા તે યુવકનુ નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી તેના પિતાનું નામ મુસ્લિમ હુસેન મૂળ ધર્મ મુસ્લિમ હાલ ધર્મે ક્રિશ્ચન (ઊ.વ.૨૬ રહે. સદર ઘાટ,જિલ્લો:છટ્ટો ગ્રામ ,બાંગ્લાદેશ)વાળો હોવાનું સામે આવ્યું હતું અને પૂછપરછ માં આ યુવક પાસે પાસપોર્ટ ,વિઝા સહિતના કાગળો ન હોવાનું ખુલ્યું હતું જેથી તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહેતો હતો અને અલગ અલગ રાજ્યોમાં ફરી તે હળવદ પહોચ્યો હતો .જેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશી ઇસમ વિરૂદ્ધ ફોરેનર એક્ટ ૧૯૪૬ કલમ ૧૪ A(a)(b) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

આ કામગીરીમાં હળવદ પીઆઇ એમ.વી.પટેલ,મોરબી એસઓજી પીઆઈ એમ.પી પંડ્યા તેમજ હળવદ પોલીસ અને મોરબી એસઓજી નો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!