સામાન્ય રીતે તહેવારોમાં દરમિયાન જુગાર રમવાનો ક્રેઝ જોવા મળતો હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવો એક સામાન્ય બાબત થઈ ગઈ છે અને બારે માસ પત્તા ટિંચતા જુગારીઓ ઝડપાવાના બનાવ સામે આવી રહ્યાં છે ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇ.ઓ.સી.પેટ્રોલપંપ પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં અનુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ રાજેશભાઇ હમીરપરા (રહે. ત્રાજપર ખારી મોરબી-૨), ગાંડુભાઇ નારણભાઇ ટીડાણી (રહે. ત્રાજપર ભરવાડ સમાજની વાડી પાસે મોરબી-૨) તથા અરવિંદભાઇ બાબુભાઇ કુંવરીયા (રહે.ત્રાજપર ખારી દરબારની દુકાન સામે મોરબી-૨) નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૪,૭૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.