મોરબીમાં બનેલી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના યાદ કરીને લોકો આજે પણ ધ્રૂજી રહ્યા છે. આ ઘટનાનો ભોગ બનેલા પરિવારોના આંસુ હજુ સુકાઈ રહ્યા નથી. બીજી તરફ આ કેસમાં પુલની કામગીરી સંભાળનારા જયસુખ પટેલ સામે મૃતક પરિજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ આક્રોશ વચ્ચે મોરબી માં જયસુખ પટેલને ભારે સમર્થન મળી રહ્યું છે તેમજ અલગ અલગ સમાજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપતા પત્રો લખવામાં આવ્યા છે ત્યારે મોરબી સીરામીક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા જયસુખ પટેલ તથા તેમના પિતા દ્વારા કરવામાં આવેલ કાર્યોને લઇ જયસુખ પટેલનો આભાર માન્યો હતો. તેમજ મોરબી સીરામીક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપની સેવાકીય પ્રવૃતિ અને સમાજસેવા માટે અમો હંમેશા આભારી છીયે અને આ રુણ ચુકવી નહી શકીએ. મોરબી સિરામિક પરિવાર હંમેશા આપના સહકાર માં રહ્યો છે અને રહીશુ. તેમજ મોરબી સીરામીક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આસરે ત્રણ માસ પહેલા મોરબીમાં ઝુલતા પુલની જે દુર્ઘટના બની તે ખુબ જ દુખદાયક અને કમનસીબ ઘટના હતી.આ ઘટના મા અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી ભારો ભાર લાગણી રહેલી છે. સર્વે સ્વંગસ્થ હુતાત્માંઓ ને સમગ્ર સિરામિક પરિવાર શ્રધ્ધાંજલી પાઠવે છે.આ ઘટના મા ભોગ બનેલા તમામ પરિવારો પ્રત્યે અમો સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટનામાં અસરગ્રસ્ત ૩૫ જરુરિયાત મંદ પરિવારોના દુઃખમાં સહભાગી બની એક વર્ષ સુધી દર મહિને જરૂરી રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા સિરામિક પરિવાર દ્વારા કરીએ છીએ તેમજ દુખની ઘડીએ અમો મોરબી સિરામિક પરિવાર અપાર દુખની લાગણી વ્યક્ત કરી છીએ.પત્રમાં તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આપના પિતા ઓધવજીભાઇ પટેલ અને આપ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને હંમેશા સાથ- સહકાર આપતા રહ્યા છો. આપની સેવા અને પરોપકારની ભાવના માટે દરેક સમાજના લોકોને આપના પ્રત્યે આદર ભાવના સાથે આપના રુણી છે. આપે કન્યાકેળવણી ના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય મોરબીમાં કન્યા છાત્રાલય માં કરેલુ છે જેનાથી સર્વ સમાજ વિદિત છે. મોરબીની આજુ-બાજુના ગામડામાં અને શહેરમાં જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યું છે. વિશેષમાં ખેડૂતોના ઉત્થાન માટે ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જલકાન્તી માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડના કાર્ય દ્વારા સમગ્ર ખેડૂત સમાજને સધ્ધર કરવા માટે જે કાર્ય કરેલુ છે તે હજુ પણ લોકો મરી રહ્યા છે. સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ, જેવા અનેક કાર્યો આપના થકી થતા રહ્યા છે. આપ હંમેશા દાનની સરવાણી વહાવીને સતત સામાજીક સેવામાં અગ્રેસર રહ્યા છો અંતમાં મોરબી સિરામિક એસોશિએશન જયસુખ પટેલ તેમના પરિવારની સાથે હમેશા ઉભુ રહ્યું છે અને હજુ ઉભુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.