મોરબીમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં એક ૯ વર્ષની બાળાને રોડ ક્રોસ કરતી વેળાએ વાહન ચાલકે હડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ રાજેશભાઇ કાળુભાઇ ઝાલા (રહે-નવા મહીકા પેટ્રોલ પંપની સામે તા-વાંકાનેર જી-મોરબી)ની ૯ વર્ષની દીકરી આનંદી હિકા ગામના પેટ્રોલપંપ પાસે વાંકાનેર-બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે GJ-01-KG-0429 નંબરના વાહનના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી આવી બાળકીને હડફેટે લેતા તેને માથે તથા છાતીના ભાગે તથા બન્ને હાથ પગમા ઇજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.