Saturday, July 27, 2024
HomeGujaratમોરબી તાલુકામાં બે સ્થળોએથી થઈ ચોરી:બાઈક અને ટ્રેકટર ટ્રોલીની ઉઠાંતરી

મોરબી તાલુકામાં બે સ્થળોએથી થઈ ચોરી:બાઈક અને ટ્રેકટર ટ્રોલીની ઉઠાંતરી

સમગ્ર રાજ્યમાં વાહન ચોરી કરી ભંગારમાં અને અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચી મારતી અનેક ગેંગ સક્રીય છે. જેમાની એક ગેંગ મોરબીમાં આવી ધમકી હોય તેવું લાગી રહ્યું છે. મોરબી સીટી એ ડિવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક-એક વાહન ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, અશોકભાઇ હીરજીભાઇ કડીવાર (રહે. ઓમશીવ પેલેસ બ્લોક નં.૪૦૨ નાની કેનાલરોડ મોરબી) નામનો યુવક ગત તા.૨૧/૦૧/૨૦૨૩ ના સવારના સમયે પોતાનું GJ.03.EP.1645 નંબરનું રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનું બ્લેક કલરનુ સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાઇકલ મોરબી નાની કેનાલરોડ ઓમશીવ પેલેસના પાર્કીંગમાં પાર્ક કરી બહાર ગયો હતો. જ્યાંથી સાંજે પરત આવી જોતા પોતાનું બાઈક સ્થળ પર હાજર નહિ મળી આવતા યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

બીજા બનાવમાં ગત તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ અજાણ્યા લાલ કલરના ટ્રેકટર ચાલકે બગથળા ગામે પારેવડી ચોક અનુ.જાતી વાસ પાસે જાહેર જગ્યા રોડ ઉપરથી જયંતીભાઇ બાલુભાઇ બોપલીયા (રહે.બગથળા પારેવડી ચોક તા.જી.મોરબી)ની રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની GJ-03-T-6635 નંબરની બે વ્હીલ વાળી ટ્રોલી કે જેનો કલર વાદળી બ્લુ તેમજ ટ્રોલીની આજુ-બાજુ તથા પાછળના ભાગે પીડાસ પડતા કલરમાં યશ ટ્રૈઇલર લખેલ હોય તે ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!