મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસમાં જાણે રેસ લાગી હોય તેમ એક બાદ દરોડાઓ પાડી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સોને વર્લીફીચરનો જુગાર રમતા રમાડતા ઝડપી પાડ્યા છે. જયારે તેનો સાથી ફરાર થયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક બરોડ બેંકની સામે એક ઈસમ જાહેરમા વર્લીના આંકડાઓ લખી જુગફાર રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દાઉદભાઈ હાજીભાઈ કલર (રહે. કાલીકા પ્લૉટ બાવા અહેમદશાહની મસ્જીદ પાસે મોરબી) નામના શખ્સને પકડી પાડ્યો હતો. અને તેની પાસેથી વર્લી ફીચરના આંકડા લખેલ એક ચીઠી તથા રોકડ રૂ.૪૭૦/-મળી કુલ રૂ.૪૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જે બાદ આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, તે વર્લીના આંકડાઓ લઈને જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી (રહે જોન્સનગર મોરબી મો.નં.૯૧૦૬૩૨૨૯૨૨) પાસેથી કપાત કરાવતો હતો. જે બાદ પોલીસે જાવેદભાઈને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.