મોરબી SOG દ્વારા દરોડા પાડીને મસાજ સેન્ટર (સ્પા)ની આડમાં ચાલતી કુટન ખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા સગવળ પુરી પાડતી મહિલા અને એક ગ્રાહક સહિત બે વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ લખધીરપુરની ડાબી બાજુ આવેલ હેલો કીટી ફેમેલી સ્પા નામના મસાજ સેન્ટરની આડમાં કુટણખાનું ચાલતું હોવાની મોરબી SOG ટીમ ને બાતમી મળતા જ તેઓએ સ્પા પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી જ્યાંથી વિરલભાઇ સુનિલભાઇ પીત્રોડા (રહે. મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ગુજરાત હાઉસી બોર્ડ રાજેશભાઇ પટેલના મકાનમાં ભાડે તા.જી.મોરબી. મુળ વતન ધ્રાંગધ્રા રાજવાડી રેસ્ટોરન્ટ પાસે સરઅજીતસિંહજી હાઇસ્કુલ સામે સોની તલાવડી) તથા ગુડીયા રાજુ મિશ્રા (હાલ રહે. ફેમેલી સ્પા પ્રાઇવેટ લીમીટેડ લખધીરપુર રોડ પાસે મોરબી વાંકાનેર ને.હા.રોડ મોરબી મુળ રહે.૧૩૭ જય મલ્હાર ચાલ કમીટી અંબોજવાળી ગેટ નં-૮ શહિદ અબ્લુદાહમીદ રોડ, માલવણી મલાડ-૫, તા.બોલીવલી જી.મુંબઇ ઉપનગર (મહારાષ્ટ્ર)) નામના બે આરોપીઓ મળી આવ્યા હતા .
જેમાથી ગુડીયા નામની મહિલા હેલો કીટી ફેમેલી સ્પા પ્રાઇવેટ લીમીટેડની સંચાલક છે અને તે બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતી હતી જ્યારે અન્ય ઝડપાયેલ વિરલ નામનો ઇસમ ગ્રાહક તરીકે ત્યાં આવેલ હતો જેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ તપાસ દરમિયાન પોલીસે રોકડ રૂ.૩૩૫૦/- તથા ૨ મોબાઇલ કિંમત રૂ.૧૧૦૦૦/- મળી કુલ રૂ.૧૪,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને અને બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.