વાંકાનેર શહેરમાં જુગાર અને સટ્ટાની પ્રવૃતિઓ વધી રહી છે. ત્યારે વાંકાનેર શહેર પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે બે સ્થળોએ દરોડા પાડી જુગાર રમી રહેલા કુલ 10 શકુનિઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીનાં આધારે ટાઉન હોલ પાસે પટ્ટમા દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નં-૦૪ તા.વાંકાનેર જી.મોરબી), ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નં-૦૪ તા.વાંકાનેર જી.મોરબી), રવિભાઇ કાળુભાઇ વસાણીયા (રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૦૩ તા.વાંકાનેર જી.મોરબી), સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા (રહે.વાંકાનેર વડીયા વિસ્તાર મહાવીરનગર સોસાયટી પાછળ તા.વાંકાનેર જી.મોરબી), મેહુલભાઈ વિનયચંદ મારૂ (રહે.વાંકાનેર જવાસારોડ જાપાશેરી તા.વાંકાનેર જી.મોરબી), તથા સંજયભાઈ બાબુભાઈ દેગામા (રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૦૬ તા.વાંકાનેર જી.મોરબી) નામના કુલ 6 શખ્સોને ઝડપી પાડી તેમની પાસે રહેલ રોકડા રૂ.૧૦,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે.
બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે વાંકાનેર ટાઉન હોલ પાસે પટ્ટમાથી જ રમેશભાઈ તેજાભાઈ ગોરીયા (રહે.વાંકાનેર આરોગ્યનગર મફતીયાપરા તા.વાંકાનેર જી.મોરબી), છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા (રહે.વાંકાનેર ગાયત્રીમંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી), અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ મકરાણી (રહે.વાંકાનેર દરબારગઢ રોડ તા.વાંકાનેર જી.મોરબી) તથા અરજણભાઈ પેથાભાઈ કરોતરા (રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૦૩ તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, અને તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.