Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા માતાની નજર સામે જ પુત્રનું કમકમાટીભર્યું મોત

વાંકાનેરમાં મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા માતાની નજર સામે જ પુત્રનું કમકમાટીભર્યું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર માતા સાથે જઈ રહેલ યુવકને મોટરસાઇકલ સ્પીડમાં ચલાવવી ભારે પડી હતી. યુવકે મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે મોટરસાઇકલ ચાલક પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, નુરીબેન ચમારભાઇ વાસકેરા (હે.હાલ મકનસર સરતાનપર રોડ વેલજીબાપાની ગૌશાળામા તા.જી.મોરબીમુળ રહે. કુકસીતલાવડી રોડ પડાવ જી.ધાર મધ્યપ્રદેશ) નામની મહિલા ગત તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પોતાના પુત્ર સુરેશ ચમારભાઇ વાસકે સાથે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે પુત્ર સુરેશે પોતાની જીજે-૦૩-સીજી-૪૧૮૪ નંબરની મોટરસાઇકલ પુરપાટ ઝડપે ચલાવતા તેણે અચાનક મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે વાહન સ્લીપ ખાઇ જતા માતાને માથાના ભાગે તથા પગના નળાના ભાગે ઇજા થયેલ હતી. જયારે પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!