મોરબી તાલુકાના જેતપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, જેતપર ગામની સીમ મહિપતભાઇ બચુભાઇ કંડિયાની વાડીમાં રહેતી કુલળીબેન કૈલાશભાઇ ધાણક નામની પરણિત મહિલાએ ગઈકાલે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવતા હોસ્પિટલના ડોક્ટરે તેમને તપાસીને પરણીતાને મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.