Sunday, October 18, 2026
HomeGujaratમોરબીમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની કામગીરી તેજ

મોરબીમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની કામગીરી તેજ

વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ, ફોગિંગ અને એબેટ કામગીરી: નાગરિકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોની અટકાયત અને નિયંત્રણ માટે વિવિધ વિસ્તારોમાં ઘર મુલાકાત, પાણીના પાત્રોની ચકાસણી, મચ્છરનાશક દવાનો છંટકાવ અને ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગો સામે નિયંત્રણ મેળવવા રોહીદાસપરા, રણછોડનગર, અમૃતપાર્ક, વજેપર અને મતવાવાસ સહિતના વિસ્તારોમાં ઘર મુલાકાત લઈ પાણી ભરેલાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરના પોરા ઉત્પન્ન થતા અટકાવવા એબેટ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સમયગેટ પાસે, રબારીવાસ, એવન્યુ પાર્ક અને પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં વોકળાઓમાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાયો હતો. નવરાત્રિને અનુલક્ષીને સાંજના સમયે ફોગિંગ કામગીરી પણ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નાગરિકોને ઘર વપરાશનાં પાણીનાં પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, પક્ષીકુંડ અને ફૂલદાની દર અઠવાડિયે ઘસીને સાફ કરી સૂકવવા તેમજ છત પર પાણી ભરાઈ શકે તેવા બિનજરૂરી ટાયર અને ખાલી ડબ્બાનો નિકાલ કરવા અપીલ કરી છે. સાથે જ ઘરની આસપાસ ભરાયેલું સ્થિર પાણી વહેતું કરી દેવું, સાંજના સમયે બારી-બારણાં બંધ રાખવાં, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખું શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવાં જેવી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તાવનાં લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ આરોગ્ય અધિકારી, મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!