Tuesday, December 24, 2024
HomeGujaratરાજકોટને જૂન મહિના સુધીમાં મળશે વંદે ભારત ટ્રેન : સાંસદ મોહનભાઈ કુંડારિયાનું...

રાજકોટને જૂન મહિના સુધીમાં મળશે વંદે ભારત ટ્રેન : સાંસદ મોહનભાઈ કુંડારિયાનું નિવેદન

રાજકોટને ફાટક મુક્ત કરાવવા માટે આજરોજ મહાનગરપાલિકા ખાતે રેલવે વિભાગ તેમજ કોર્પોરેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે બેઠક મળી હતી. બેઠકમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા રાજકોટના મેયર પ્રદીપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ બેઠકમાં મોહનભાઈ કુંડારિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકોટને જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેન મળશે.

- Advertisement -
- Advertisement -

રેલવે વિભાગ તેમજ કોર્પોરેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બેઠકમાં સાંઢીયા પુલ અને દસ્તુર માર્ગનો બ્રિજ બનાવવાની પણ રજૂઆત કરાઈ હતી. સાંઢીયા પુલ અંગે માહિતી મેળવી અને વહેલું કામ શરૂ થાય તે અંગે ચર્ચા કરાઈ હતી. તેમજ પી.ડી. માલવીયા કોલેજ પાસે ફાટક પર બ્રિજ બનાવવામાં આવશે. તેમ પણ જણાવ્યું હતું. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટને જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેન મળશે. રાજકોટમાં જે રેલવેનું ડબલ ટ્રેકનું કામ ચાલુ છે તે પૂરું થતાં જ ટ્રેનની રાજોટવાસીઓને ભેટ આપવામાં આવશે. તેમજ સિંગલ ટ્રેક હોવાથી રાજકોટને વધુ ટ્રેન મળતી નથી તેમ પણ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું. તેમજ રેલવેનું ભારણ ઘટશે પછી વધુ ટ્રેનો ફાળવવામાં આવે તે અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!