મોરબી જિલ્લામાં અકાળે મોત ના બે બનાવો નોંધાયા હતા જેમાં હળવદની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તો સીરામીક કારખાનામાં કામ કરતી વખતે પડી જતા એક યુવકનું મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, હળવદમાં અજીતગઢ મીલનકુમાર ચતુરભાઇની વાડીએ રહેતી મનિષાબેન ચીમાભાઇ આદીવાસી નામની ૨૦ વર્ષીય યુવતીએ ગઈકાલે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે શ્રીજી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું પ્રાણ પંખીડું ઉડી જતા ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હળવદ પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં વેલઝોન સીરામીક ખોખરા હનુમાન રોડ ખાતે રહેતો રામદવન ગોરખ નામનો યુવક ગઈકાલે વેલઝોન સીરામીક કારખાનામાં કામ કરતી વખતે પડી જતા તેને ધીરૂભાઇ ભાડજા નામનો શખ્સ તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ લઈ ગયેલ હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.