યુરિયા ખાતર ને સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ અને ખેતી સિવાય અન્ય જગ્યાએ ઉપયોગ પર પ્રતિબન્ધ મુકેલ હોય છતાં મોરબીના નવા સાદુળકા ગામે એક વ્યક્તિ યુરિયા ખાતરનો ઔદ્યોગિક ફાયદા માટે ઉપયોગ કરતો હોય ફરિયાદ નોંધાઈ છે.
જેમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આવેલ માતૃ ઈન્ડસ્ટ્રીઝ માં નિમ કોટેડ યુરિયા ખાતર નો રેજીન બનવવામાં ઉપયોગ કરતા ન બે ઈસમો ને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં મનોજ સવજીભાઈ અધારા અને બંધન ગણેશભાઈ વડસોલા ની ધરપકડ કરાઈ છે તેમજ બન્ને આરોપીઓએ neem coated urea ખાતર ની કુલ ૧૬૯ ભેગી જેની કુલ કી. રૂ.૩,૭૭,૯૪૬ ની ખેતી સિવાયના રેજીન બનાવવાના ઔદ્યોગિક હેતુ માટે વપરાશ કરતા પોલીસે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ની કલમ ૨૫(૧) તેમજ જરૂરી આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ ની કલમ ૭(૧)(એ)(૨) અને આઇપીસી ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.