મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો ના દુષણ ને ડામવા કમર કસવામાં આવી છે ત્યારે વ્યાજખોરો પર કડક પગલાં લેવાની સાથે સાથે લોકોને પણ આર્થિક મદદ મળી રહે તે માટે ગત તાં ૩૧ જાન્યુઆરી ના રોજ લોન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ લોન મેળવવા માટે અલગ અલગ બેન્કના સ્ટોલ માં અરજી કરી હતી.
જે અરજી અનુસંધાને બેંકો દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બેંકના નિયમો પ્રમાણે જે લોકો લોન મેળવવા માટે પાત્રતા ધરાવતા હોય તેઓની લોન મંજુર કરવામાં આવી હતી અને આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી એસપી અને ટંકારા અને મોરબીના ધારાસભ્ય ઉપસ્થીત રહ્યા હતા જેમાં લાભાર્થીઓને મંજૂરી પત્રક એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં આજે ૧૨૩ જેટલા લાભાર્થીઓને અલગ અલગ પ્રકારની લોન મળી હતી અને જે લોન ની કુલ રૂપિયા ૨.૬૮ કરોડ ના ચેક આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં પણ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ વ્યાજખોરો પર કડક કાર્યવાહી ચાલુ જ રહેશે તેવુ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયુ હતુ.