મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને કોરોનાકાળમાં મોરબીમાં પોલીસ વડા ની જવાબદારી સાથે ડોકટર તરીકેની પોતાની પાસે રહેલ જ્ઞાન નો સદુપયોગ કરીને સુદ્રઢ કામગીરી કરી ચૂકેલા આઈપીએસ ડો. કરણરાજ વાઘેલાએ નવસારી જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા તરીકેનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ઋષિકેશ ઉપાધ્યાય સ્પેશીયલ ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હોવાથી રાજ્ય સરકારે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.કરણસિંહ વાઘેલા ને જવાબદારી સોંપી છે. જેમને આવકારવા માટે સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી પી. આઈ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
2012માં IPS બન્યા બાદ તેઓએ રાજકોટ ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. બાદમાં વર્ષ 2017માં તેઓ મોરબી એસપી તરીકે નિયુક્ત થયા હતા. તેઓની નિયુક્તિ બાદ અનેક ગુનાઓ ગણતરીની કલાકોમાં ડીટેકટ કર્યા હતા તેમજ તેમજ દારૂના બુટલેગરો પર ધોસ જમાવી તેઓને ભોં ભીતર કરી દીધા હતા તેમજ પોતે ડોકટર હોવાથી જ્યારે તેઓ મોરબી માં ફરજ બજાવતા હતા ત્યારે કોરોના કાળ શરૂ થયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ સંભાળવાની સાથે સાથે ડોકટર તરીકે પોતાની પાસે રહેલ જ્ઞાન નો સદુપયોગ કરીને સરસ વ્યવસ્થા ઊભી કરી હતી .જે બાદ તેઓનું ત્રીજું પોસ્ટિંગ ડીસીપી વડોદરા એસ.પી બોટાદ, SRP ઉદ્યોગ ની સાથે હાલમાં ઇન્ચાર્જ એસપી તરીકે નવસારીની જવાબદારી મળી છે. ફક્ત કાર્યક્ષેત્રમાં જ નહિ ડો. કરણરાજ વાઘેલા એમબીબીએસ પણ છે.
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં થોડા દિવસ અગાઉ થયેલા લઠ્ઠા કાંડ પ્રકરણમાં જિલ્લા પોલીસવાડા તરીકે ડો. કરણરાજ વાઘેલાએ નોંધપાત્ર કામગીરી કરી હતી. ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી લઠ્ઠા કાંડમાં મૃત્યુના આંકડાઓ ઘટાડવામા મહત્વની ભૂમિકા ભજવી હતી.