મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી શહેર તેમજ તાલુકામાં કુલ બે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૧૫ બાજીગરોને ઝડપી પાડ્યા છે. અને તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી કબીરટેકરી શેરીનં.૨/૩ વચ્ચે જાહેર રોડ ઉપર અમુક ઇસમો જૂગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જૂગાર રમતાં અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૨/૩ વચ્ચે), જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૩), જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૩), અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૩), યોગેશભાઇ મગનભાઇ વાઘાણી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૨), અલ્તાફભાઇ અબ્દુલ ભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૩), અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૩), હાજીભાઇ મુસાભાઇ ખુરેશી (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૩) તથા એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયા (રહે.મોરબી કબીરટેકરી શેરીનં.૨) નામનાં શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૫૧,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાનાં ફડસર ખાતે આવેલ કિશોરચંદ્ર હેમતલાલ નિમાવતનાં રહેણાક મકાનમાં ચાલી રહેલ જૂગારધામને ઝડપી પાડયો હતો અને જૂગાર રમતા કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત (રહે.ફડસર તા.જી.મોરબી),
કાદરમિયા એમદમિયા બુખારી (રહે.આમરણ દાવલાવાસ તા.મોરબી જી.મોરબી), રતિલાલભાઇ ભોજાભાઇ ગજીયા / બોરીચા (રહે.ફાટસર તા.જી.મોરબી), ઓસમાણભાઇ હુસેનભાઇ નોડે (રહે.જીજુડા તા.જી.મોરબી), નારણભાઇ મોહનભાઇ કુંભારવાડીયા (રહે.ફડસર તા.જી.મોરબી) તથા અવચરભાઇ નથુભાઇ ધુમલીયા (રહે.રાજપર તા.જી.મોરબી) નામના શખ્સોને ઝડપી પાડી રોકડ રૂ.૪૧૯૮૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે.