Friday, May 17, 2024
HomeGujaratહળવદ અને વાંકાનેરમાં વરલી ફિચરનો જુગાર રમતા અને રમાડતા બે પકડાયા

હળવદ અને વાંકાનેરમાં વરલી ફિચરનો જુગાર રમતા અને રમાડતા બે પકડાયા

વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર મીલ પ્લોટ ચોક પાસેથી એક શખસને રોકડા રૂ.૮૮૦/- સાથે પકડી પાડયો હતો. જયારે હળવદ પોલિસે હળવદ ટાઉનમાં ગીની ગેસ્ટ હાઉસ સામે ચામુંડા મોબાઈલ વાળી શેરીમાંથી એક શખસને રોકડા રૂ.૩૧૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર મીલ પ્લોટ ચોક પાસે જાહેરમા વર્લી ફીચરના આંક લખી જૂગાર રમી રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી હનીફભાઈ બચુભાઈ ભટ્ટી (રહે.વાંકાનેર સિપાઈશેરી નં-૨ તા.વાંકાનેર) નામનાં શખ્સને ઝડપી પાડી તેની પાસેથી
વર્લી સાહીત્ય તથા રોકડા રૂ.૮૮૦/- કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે હળવદ ટાઉનમાં ગીની ગેસ્ટ હાઉસ સામે ચામુંડા મોબાઈલ વાળી શેરીમાં જાહેરમા વર્લી ફીચરના આંક લખી જૂગાર જૂગાર રમવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી ધીરૂભાઈ ગોવિંદભાઈ રાઠોડ (રહે. ચોત્રાફળી હળવદ) નામનાં શખસને ઝડપી પાડી તેની પાસેથી વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ રૂ.૩૧૫૦/- કબજે કરી પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!