Monday, November 25, 2024
HomeGujaratસરકારી ખરાબાની જમીન પચાવી પાડનાર ટંકારાના ત્રણ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ...

સરકારી ખરાબાની જમીન પચાવી પાડનાર ટંકારાના ત્રણ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ટંકારાના મામલતદારના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ટંકારાનાં નેકનામ ગામમાં ખરાબાની જમીનને પોતાના ભોગવટામાં લેનાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ગુનો નોંધાતાં ચકચાર મચી જવા પામી છે.આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારામાં રહેતા શક્તિસિંહ ઉર્ફે કૃષ્ણસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા, યુવરાજસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા તથા કુલદિપસિંહ ઉર્ફે યશપાલસિંહ ભાવુભા ઉર્ફે ભવાનસિંહ ઝાલા નામના ત્રણ ભાઈઓએ ટંકારા તાલુકાના નેકનામ ગામના સરકારી ખરાબાના સર્વે નં (ઝીરો) ચો.મી.૩૬-૦૦ સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી કબજો / દબાણ કરેલ હોય અને જમીનમાં સિમેન્ટના ગડદાની બે શટરવાળી નાની દુકાનો બનાવેલ હોય તેમા પોતાના અંગત ફાયદા સારૂ દુકાનનો ઉપયોગ કરીએ આજદિન સુધી કબ્જો ચાલુ રાખતા આ મામલે ટંકારાના મામલતદાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩,૪(૩) તથા ૫ (ગ) મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!