Friday, October 18, 2024
HomeGujarat‘હૈયું હામ અને હિમાલય’ મોરબીના મહિલા પોલીસકર્મીના પુસ્તકનું ગૃહમંત્રીના હસ્તે વિમોચન

‘હૈયું હામ અને હિમાલય’ મોરબીના મહિલા પોલીસકર્મીના પુસ્તકનું ગૃહમંત્રીના હસ્તે વિમોચન

મોરબીની મહિલા પોલીસ કર્મી ભૂમિકાબેન ભૂતે એવુ કામ કરી બતાવ્યુ છે કે, જેને કરવા જતાં ભલભલા માણસને કેટલાય વર્ષો લાગી જાય છે. ભૂમિકાબેન ભૂતે હિમાલય પર ટ્રેકિંગ કરી પોતાના હિમાલયમાં ટ્રેકિંગ સમયના સારા-નરસા અનુભવો પર પુસ્તક લખ્યું હતું. જેનું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પોલસકર્મી ભૂમિકાબેન ભૂતે ગત વર્ષે ૨૪ કલાક સુધી સતત ચડાઈ કરીને સમુદ્ર તળથી ૧૫,૮૦૦ ફુટની ઊંચાઈ પર આવેલ મનાલી પિક, લદાખી પિક અને પછી સેતીધાર પિક અને અંતે હિમાલય પર ટ્રેકિંગ કર્યું હતું. જે દરમિયાન તેને થયેલા સારા-નરસા અનુભવો પર તેમણે ‘હૈયું હામ અને હિમાલય’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. જેનું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા તેમજ ધ્રાંગધ્રા- હળવદના ધરાસભ્ય પ્રકાશ વરમોરા પણ જોડાયા હતા. નોંધનીય છે કે, મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂમીબેન પટેલ ગીરનાર સ્પર્ધા, વિવિધ એથલેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને મોરબી પોલીસનું ગૌરવ વધારી રહ્યા છે તેઓ સતત વિવિધ સ્પર્ધામાં વિજેતા બનીને આગળ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના ગૃહવિભાગ દ્વારા આ ક્ષેત્રમાં જે પણ નાગરિકને મદદની જરૂર હશે તે પૂર્ણ કરવાનો આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!