Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રણ દિવસમાં ૭૦ દુકાનોમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનાર એક...

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રણ દિવસમાં ૭૦ દુકાનોમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનાર એક ઇસમ ઝડપાયો

મોરબી પોલીસની રાતોની નીંદ હરામ કરનાર અને ત્રણ દિવસમાં અલગ અલગ કોમ્પલેક્ષમાં ૭૦ દુકાનોમાં ઘુસી ચોરીનો પ્રયાસ રીઢો ચોર આખરે પોલીસના સીકંજામાં પકડાઈ ગયો છે.

- Advertisement -
- Advertisement -

માલા,ટી માહિતી અનુસાર, મોરબીમાં ત્રણ દિવસમાં અલગ અલગ કોમ્પલેક્ષમાં ૭૦ દુકાનોમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનાર ચોરને પકડવા પોલીસે રાત-દિવસ એક કરી પોતાના બાતમીદારોને ઘોડતા કરી દીધા હતા. જેમાં ચોરે સિરામિક પ્લાઝા ૧-૨ માં ૫૦ દુકાનો અને શક્તિ ચેમ્બર માં ૨૦ જેટલી ઓફિસ અને દુકાનોના શટર ઊંચકાયા હતા. જોકે આ સિરામિક ટ્રેડિંગ ઓફીસોમાં રોકડ વ્યવહાર ઓછો થતો હોય છે. જેથી બન્ને જગ્યાથી માત્ર અંદાજિત ૮ હજાર જેટલી ચોરી થયાની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશના અમિત શેરસિંહ રાવત નામના ઇસમને ઝડપી પાડ્યો છે. અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તેનો કબ્જો મેળવી પૂછપરછ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!