Friday, November 29, 2024
HomeGujaratમોરબીના લીલાપર ચોકડી પાસે દુકાનમાં દારૂ બિયરનો જથ્થો વેચતો એક ઈસમ ઝડપાયો

મોરબીના લીલાપર ચોકડી પાસે દુકાનમાં દારૂ બિયરનો જથ્થો વેચતો એક ઈસમ ઝડપાયો

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ઢગલાંબંદ દારૂની બોટલો પકડાઈ રહી છે. ત્યારે મોરબી ક્રાઇમ બ્રાંચે લીલાપર ચોકડી, રાધવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર પોલીસ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને અગામી હોળી-ધુલેટીના તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને તહેવારીની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી થાય તે સારૂ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, લીલાપર ચોકડી, તિર્થક પેપરમીલ પાસે, રાધવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી મંગાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવે છે. જે ચોકકસ હકિકતનાં આધારે રેઇડ કરતા સ્થળ પરથી કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા (રહે. ન્યુ ગુજરાત હાઉસીંગબોર્ડ, શનાળારોડ, રવિભાઇ રબારીના મકાનમાં ભાડે. મુળ રહે સોની તલાવડી, લાલટાંકી પાસે, ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર)નામનાં શખ્સને રૂ.૧૪,૪૫૦/-ની કિંમતની બ્લેન્ડર પ્રાઇડપ્રીમીયમ વ્હીસ્કીની ૧૭ બોટલો, રૂ.૭૩૮૦/-ની કિંમતની સિગ્નેચર પ્રીમીયમ વ્હીસ્કીની ૦૯ બોટલો, રૂ.૨૮૦૦/-ની જેમ્સન આઇરીસ વ્હીસ્કીની ૦૨ બોટલ, રૂ.૮૪૦૦/-ની બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૦૬ બોટલ, રૂ.૭૫૦૦/-ના કિંગ ફીસર સુપર સ્ટ્રોંગ બિયરના ૭૫ ટીન, રૂ.૨૧૦૦/-ની કિંમતના ગોડ ફાધર સુપર સ્ટ્રોંગ બિયરનાં ૨૧ ટીન, રૂ.૨૪૦૦/-ના ટુબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બિયરના ૨૪ ટીન, રૂ.૨૪૦૦/-ના કાસબર્ગ સ્ટ્રોંગ બિયરની કાચની ૨૪ બોટલો તથા અલગ અલગ કંપનીના ૦૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!