Thursday, April 25, 2024
HomeGujaratઆર્મી ના નામે છેતરપિંડી: હળવદના ખેડૂત સાથે ટ્રેક્ટર વેચવાના બહાને ૧.૧૧ લાખની...

આર્મી ના નામે છેતરપિંડી: હળવદના ખેડૂત સાથે ટ્રેક્ટર વેચવાના બહાને ૧.૧૧ લાખની છેતરપિંડી

ઇન્ડિયન આર્મી ઓફિસર ના નામે ટ્રેક્ટર ઘરે આપવાના બહાને ઓનલાઇન રૂપિયા પડાવી લીધા

- Advertisement -
- Advertisement -

લોકોને હાલમાં ઓનલાઇન ખરીદીનું ભૂત ચડ્યું છે ત્યારે અનેક વખત ઓનલાઇન ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે એવો જ એક બનાવ આજે હળવદ શહેરમાં બન્યો હતો. મૂળ માલણીયાદમાં રહેતા માધવભાઈ પરમાર નામના વ્યક્તિ છે અને ટ્રેક્ટર ખરીદી કરવાનું હોય તે અરસામાં facebook પર ટ્રેક્ટર ની માહિતી મળતા ટ્રેક્ટર લેવા માટે સંપૂર્ણ માહિતી એકઠી કરી સંપર્ક કરતા એક લાખ ૫૫ હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપના ઘરે પહોંચી જશે તેવી લાલચ આપી સૌપ્રથમ વખત 8500 નો હપ્તો ત્યારબાદ ₹25,000 35,000 જેવી અલગ અલગ રકમ સહિત કુલ ₹1,11,000 જેટલી રકમો પડાવી લઈ છેતરપિંડી આચર્યા નો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

મોરબી મીરર દ્વારા અગાઉ પણ આ પ્રકારનું ફ્રોડ કઈ રીતે થાય છે તેનો વિસ્તૃત એહવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે અહેવાલ વાંચવા આ સમાચારના અંતમાં લિંક મૂકવામાં આવી છે તેના પર ક્લિક કરો.

જેમાં છેત્તરબાજો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારું ટ્રેક્ટર અમદાવાદ થી નીકળી ચૂક્યું છે ₹25,000 જેટલી રકમ નખાવી આપો. ત્યારબાદ વિરમગામ પાસે તમારું ટ્રેક્ટર પહોંચી ચૂક્યું છે 35,000 જેટલી રકમ નખાવી આપો એમ અલગ અલગ લોકેશન આપી ખેડૂત પાસેથી ₹1, 11,000 જેટલી રકમ ઓનલાઈન પડાવી લીધી હજુ પણ તમારું ટ્રેક્ટર તમારા ઘરે પહોંચી જશે બાકીની રકમ નાખી દો તેવી રીતે ખેડૂતને પોતાની જાળમાં ફસાવી સંપૂર્ણ રકમ પચાવી પાડવાનો કારસ્તાન સામે આવ્યું છે ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી ત્યારબાદ સાયબર ક્રાઇમ મોરબી ખાતે ફરિયાદ કરવાની હાથ ધરવામાં આવી છે.

ઇન્ડિયન આર્મી ના નામે ઘણા બધા ફ્રોડ કંપનીના લોકો તમને ઓનલાઈન વસ્તુ સસ્તી બતાવી ફ્રોડ આચરતા હોય છે સાવચેત રહો સતત રહો અને આવી કોઈ ઘટના બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા આપને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ વાંચવા આ લિંક પર ક્લિક કરો.

https://morbimirror.com/beware-of-advertisements-selling-cheap-goods-in-the-name-of-army-officer-how-to-fraud-and-how-to-avoid-read-special-report/

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!